Gujarat Maritime Board was in talks to revive Jodiya port! ગુજરાત મેરિટાઇમ બોર્ડ જોડિયા પોર્ટ ને બેઠું કરવા માટે પ્રયત્નશીલ ! ( હતું )


Gujarat Maritime Board was in talks to revive Jodiya port!

ગુજરાત મેરિટાઇમ બોર્ડ જોડિયા પોર્ટ ને બેઠું કરવા માટે પ્રયત્નશીલ ! ( હતું

હું ધીરજ ગાંગાણી  સ્માર્ટ બાલંભા અન્વયે , જોડિયા બાલંભા નવલખી બંદરો નો વિકાસ કંડલા ના વિકાસ ના ધોરણે કરવા નો હિમાયતી છું  . ભૌગોલિક રીતે કંડલા કરતા જોડિયા બહાર થી આવતા જહાજ માટે નજીક પડે છે.  

ગુજરાત મેરિટાઇમ બોર્ડ  ના ચેરમેન અને CEO દાસ સાહેબ 2013 કહે છે કે એક વખત નું  ધમધમતું જોડિયાબંદર કે જેના વિકાસ માટે અતિ ઉજ્જવળ તક છે તે મહદ અંશે ઉપેક્ષિત રહેલ છે.  

મારા મત  અનુસાર ( હું  મરીન રેડિયો ઓફિસર છું અને સાગર ખેડેલ છે ) કંડલા નો વિકાસ અને જોડિયા બાલંભા નવલખી ની ઉપેક્ષા નું એક માત્ર કારણ છે કે કચ્છ ની સામાજિક એન્ડ રાજકીય લોબી ની સામે હાલાર ની રાજકીય લોબી પાંગળી પુરવાર થઇ છે !

આ લેખ માં આ બંદર  ના વિકાસ માટે ગુજરાત સરકાર પાસે  મૂડી નથી અને તેથી બીજા રાજ્યો ને આ બંદર આપવા ના પ્રયત્ન થયા , તો શું આ વિસ્તાર ના વિકાસ માટે ગુજરાત સરકાર મૂડી રોકાણ માટે કટ્ટીબદ્ધ નથી અને બધું જ રોકાણ કચ્છ માં કરવા નું છે? 2005 ના વાઇબ્રન્ટ ગુજરાત વખતે 16000 કરોડ ના મૂડી રોકાણ માટે ખાનગી દેશી  વિદેશી કંપની સાથે થયેલ MoU હવા માં ઓગળી ગયા કે ? દાસ સાહેબ જેવી વ્યક્તિ આ બાબત ઉપર આજે  2005-2013 માં આ બાબતે શું રાંધણું તેના ઉપર પ્રકાશ પાડવા ઉપલબ્ધ છે કે ? સંપૂર્ણ જાણકારી નો આપનો અધિકાર અબાધિત છે !

શા માટે  હાલાર ના બધા પક્ષ ના વિધાન સભ્યો અને સાંસદ સાથે  મળી હાલાર પોર્ટ ઑથોરિટી નું ગઠન કરવા ની માંગ નથી કરતા અને શા  માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડ  માં હાલાર ના પ્રતિનિધિ નથી? જામનગર માં તેમની ઓફિસ છે ! આજ પાંચ વર્ષ પછી પણ જોડિયા બાલંભા નવલખી  બંદર આવી ખરાબ હાલત માં છે?આ માત્ર અને માત્ર આટલા વારસો થી ચૂંટાયેલ પ્રતિનિધિઓ ની  યોગ્ય અને સમજણ રજૂઆત ના અભાવે ઉપેક્ષિત છે . 

1)હાલાર પોર્ટ ઑથોરિટી માંગો 
2)જોડિયા બાલંભા નવલખી હાલાર ઉદ્યોગીક ફ્રી ટ્રેંડ  ઝોન માંગો 
3)જામનગર  નવલખી reclamation bund ને  હેરિટેજ સાઈટ ઘોષિત કરી પુરાતત્વ ખાતા ને તેનું રીપેર સોંપી , હજારો એકર ખેતી ની જમીન બગડતી રોકો અને પર્યટન વિકસાવો 

જોડિયા તાલુકા નો વિકાસ દર નકારાત્મક છે  અને વસ્તી માં ઘટાડો થતો જતો આ ગુજરાત નો એક માત્ર વિસ્તાર હશે ! આટલા વરશ થી ઉપેક્ષિત JODIYA BALAMBHA NAVLAKHI માટે સ્પેશ્યલ સ્ટેટ્સ  માંગો !

આ લેખ મિતુલ ઠક્કર - 14 જૂન 2013 -બિઝનેસ સ્ટાન્ડર્ડ  નો લેખ ભાષાન્તર કરી સદર કરું છું ! આપ આ લેખ વાંચો અને વંચાવો !
  



Gujarat Maritime Board (GMB), which has ambitious plans for the development of smaller ports in the
 state is in talks with a foreign investor development of Jodiya port in Jamnagar district, Saurashtra.

ગુજરાત મેરિટાઇમ બોર્ડ (GMB) ગુજરાત ના નાના બંદરો ના વિકાસ માટે આશાસ્પદ  છે અને વિદેશી નિવેશકો સાથે સૌરાષ્ટ્ર ના 
જોડિયા બંદર ના વિકાસ માટે વાતચીત ચલાવી રહેલ છે.
"We are focussing on development of smaller ports, whose potential has relatively been untapped owing
to lack of adequate investments. Jodiya is one port with tremendous potential for traffic but has been
 largely ignore," said H K Das, vice chairman and CEO of GMB told Business Standard.

"  નાના બંદરો કે જેના વિકાસ ની ઉજળી તકો  હોવા  છતાં  મૂડી રોકાણ ઉપલબ્ધ ના હોવાને કારણે તેના તરફ ધ્યાન નથી ગયું
તેવા બંદરો તરફ અમારું ધ્યાન કેન્દ્રિત કરેલ છે. જોડિયા આવું એક  બંદર  છે કે  ત્યાં શિપ ની અવરજવર માટે વ્યાપક તકો છે
પરંતુ તે મોટાભાગે ઉપેક્ષિત રહેલું છે"  ગુજરાત મારિટીમે બોર્ડ ના   વાઇસ ચેરમેન અને ચીફ એક્ષેકયુટીવ ઓફિસર એચ કે દાસ કહે છે
"Smaller ports of the state have remained unutilsed for number of reasons. We want to tap its potential in
association with private investors. We would like to have investments from other state governments too
 in the form of join ventures among others," said Dash.
" ગુજરાત રાજ્ય ના નાના બંદરો અનેક કારણો ને લીધે  વપરાશ માં લેવા માં આવેલ નથી. અમે આ બંદરો ના વિકાસ ની તક ખાનગી
રોકાણકારો દ્વારા ઉભી કરવા માંગીએ  છીએ  . બીજી રાજ્ય સરકારો સાથે સંયુક્ત સાહસ કરી ને પણ તેમની પાસે થી રોકાણ ઉભું કરી
શકાય " તેમ તેમણે કહ્યું .
"The port was in extensive use earlier, but for last few years it's being used only for fisheries and other
small time traffic related activities. We are hopeful of a positive outcome of our talk though it may take
 time," Das said.
" આ જોડિયા બંદર અગાઉં ધમધમતું હતું પરંતુ છેલ્લા અમુક વરસ થી તે માત્ર માછીમારી અને નાના મોટા કામ માટે જ વપરાય  છે  .
અમને આશા છે કે  અમારી વાતચીત  હકારાત્મક ઉકેલ લાવશે જો કે તે સમય માંગી લેશે .

He, however, did not disclose the exact investment required to revive Jodiya port, saying that talks
were still on and modalities which will decide the final amount to be invested""are being worked out.
આમ છતાં તેમણે  જોડિયા પોર્ટ ને બેઠું કરવા ચોક્કસ કેટલા મૂડી રોકાણ ની જરૂર પડશે તે કેહવા નું ટાળ્યું હતું અને કહ્યું કે વાર્તાલાપ
ચાલુ છે અને વિવિધ વિકલ્પો છે તેના આધારે મૂડી રોકાણ ની ગણતરી થશે
GMB is also looking at promoting the idea of investments in port sector other states, for which GMB has
 already sought help from Haryana, Uttaranchal and Madhya Pradesh among others.
ગુજરાત મેરીટાઇમ બોર્ડ  અન્ય રાજ્યો ને  બંદરક્ષેત્રે  મૂડીરોકાણ એક  નવીન વિચાર સમજાવી રહેલ છે ,તે માટે હરિયાણા ,ઉત્તરાંચલ
અને મધ્ય પ્રદેશ અને અન્ય રાજ્યો ની મદદ માંગી છે
"We have invited number of states that ware landlocked with no access to the port. Having own port
facility in Gujarat may bring them some revenue and we are willing to offer them options with largest sea
shore in India that is about 1600 km. We received good response from some of the states such as 
Uttaranchal for investments in ports," said Das.

"અનેક રાજ્યો  કે જેમની પાસે બંદરો ની સુવિધા દરિયો નહિ હોવા ને કારણે નથી તેમને  રોકાણ માટે આમંત્રણ આપેલ છે   . જો 
આ રાજ્યો ને  ગુજરાત માં તેમના પોતાના  બંદર ની સુવિધા હશે તો આવક પણ ઉભી થશે . અમે તેમને ગુજરાત ના  1600 કી મી 
ના દરિયા કિનારે પોતાનું  બંદર  વિકસાવવા વિકલ્પ આપવા તૈયાર છીએ .  
Meanwhile, GMB is upgrading its facilities to meet with its ambitious plans. It may be recalled that GMB 
 signed MoUs worth Rs 16,000 crore with private parties from India and overseas during "Vibrant
 Gujarat - 2005".તે દરમ્યાન માં GMB પોતાના મહત્વાકાંક્ષી કાર્યક્રમ ની પૂર્તિ  માટે પોતાની સુવિધા વિકસાવી રહી છે. આપ
 ને યાદ હશે કે GMB આ અગાઉ વાઈબ્રન્ટ ગુજરાત 2005 દરમ્યાન ખાનગી દેશી અને વિદેશી પાર્ટી સાથે 16000 કરોડ ના MoU
ઉપર હસ્તાક્ષર કરી ચૂકેલ છે  
It also inaugurated its new building in Jamnagar to synergise its operations for Bedi group of ports, and
committed an investment of Rs 10 crore for the construction of a new road to the port.
GMB સાથે સાથે જામનગર માં નવા  મકાન નું ઉદ્ઘાટન  કરી , પોતાના સંચાલન માં બેડી ગ્રુપ ના બંદરો સાથે સમન્વય  સાધશે   પોર્ટ સાથે રોડ બનાવવા 10 કરોડ નું રોકાણ કરશે .

Comments

Post a Comment

Popular posts from this blog

SMART ANDHRA PRADESH FOUNDATION

Burning issues of Balambha Jodiya Taluka And surrounding villages of Halar જોડિયા બાલંભા અને તેની આજુબાજુ ના હાલાર ના ગામડાઓ ની સમસ્યાઓ

शुभारंभ SMART BALAMBHA BY JAGAT SHAH