CSR ફંડ નો ભારત ની કંપનીઓ ,પબ્લિક ટ્રસ્ટો (Not for Profit) દ્વારા કેવી રીતે ગેરઉપયોગ કરે છે?

How Indian companies are misusing public trusts to launder their CSR spending 

CSR ફંડ  નો ભારત ની કંપનીઓ ,પબ્લિક ટ્રસ્ટો (Not for Profit) દ્વારા કેવી રીતે ગેરઉપયોગ કરે છે?
https://economictimes.indiatimes.com/news/economy/finance/how-indian-companies-are-misusing-public-trusts-to-launder-their-csr-spending/articleshow/49474584.cms


2013 માં  CSR કોર્પોરેટ સોશ્યિલ (સામાજિક) રિસ્પોન્સિબિલિટી (જવાબદારી) ફંડ માં માળખાગત પ્રણાલી માં જે ફેરફાર  થયો તેના થી તો સામાજિક કાર્યો  ના ફંડ બાબતે એક ક્રાંતિ થવી જોયતી હતી , પરંતુ એમ જાણવા માં આવે છે કે ભારત ના કોર્પોરેટ જગત ના અમુક લોકો આ ફંડ નો ગેરઉપયોગ કાળા નાણાં  ને સફેદ કરવા માં કરવા માં વાપરે છે, તે આવી લેવડ દેવળ કરનાર ખાનગી સૂત્રો મારફત ખબર પડી છે.

અમુક કંપનીઓ ભાડે મળતી ચેરીટેબલે ટ્રસ્ટ  ( NOT FOR PROFIT) મારફત બનાવટી CSR Funding કરાવે છે તેમ ઓછા નામે બે સૂત્રો તરફ થી જાણવા મળે છે કે જેમણે  હકીકતે  આવી વાતો ને હોશિયારીપૂર્વક અંજામ આપેલ છે. તેઓ Economic Times સાથે તારીખ ઓક્ટ  22 2015 ના રોજ ઓળખ ગુપ્ત રાખવા ની શરતે વાત કરી હતી.

ભારત એવો પ્રથમ દેશ છે કે જેમાં ફરજીયાત રીતે  અમુક કેટેગરી ની કંપનીઓ ને CSR FUND કાઢવું અનિવાર્ય છે, પરંતુ કાયદા માં  ઘણા છીંડા  છે .  1)CSR FUND હેઠળ કરેલ ખર્ચ ને બીજા ખર્ચ ની માફક નિમાયેલ ઓડિટરો મારફત મંજૂરી કરાવવા ની ફરજીયાત જરૂર રહેતી  નથી. 2)વળી NOT FOR PROFIT સંસ્થાઓ ના ખર્ચ ને પણ ભાગ્યેજ ઓડિટ કરાવવા માં આવતું હોય છે. આ બે વાત ભેગી થાય એટલે ત્યાં CSR FUND નો ગેરઉપયોગ કરવા નો માર્ગ મોકળો થાય  છે.

જ્યાં કંપની ના પોતાના જ ટ્રસ્ટ (not for profit) મારફત csr funding કરે છે ત્યાં કાળા ના સફેદ  ની ગોલમાલ થવાની શક્યતા ઓછી છે સિવાય કે ખર્ચ કરતા વધારે રૂપિયા ઉધારી નાખવા માં (over  invoicing થી ) આવે ,પણ જ્યાં બહાર ની not for profit સંસ્થા કે ચેરીટેબલે ટ્રસ્ટ મારફત  CSR Funding થાય  છે ત્યાં ગોલમાલ  સંભવે છે .

આ ગોલમાલ કેવી રીતે થાય  છે? જાણકાર વ્યક્તિ જણાવે છે કે કંપની ને 10 કરોડ નું csr funding કરવું  હોય ત્યારે તે  કંપની બહાર ની ટ્રસ્ટ ને કે NOT FOR PROFIT સંસ્થા( કે જે  શિક્ષણ , આરોગ્ય કે બીજા સરકારે નક્કી કરેલ સામાજિક કામ માટે કામ કરે છે ) તેના નામે 10 કરોડ નો ચેક આપે છે. આ સંસ્થા તેનું અને વચેટિયા નું કમિશન કાપી ને બાકી ના રૂપિયા ઓફિસર  અથવા પ્રમોટર  ને રોકડા આપે છે .  

મોટા ભાગે કંપની ના પ્રમોટર ના ખિસ્સા માં આ રોકડા જાય છે.  આવી નોટ ફોર પ્રોફિટ સંસ્થા પ્રભાવી રાજકારણી અથવા પ્રભાવી વચેટિયા લોકો ચલાવે છે.  સમજો કે એક રાજકારણી ને એક કોલેજ બનાવવી છે.  કંપની તે  રાજકારણી ની નોટ ફોર પ્રોફિટ સંસ્થા ને 10 કરોડ  નો ચેક આપે છે અને  રાજકારણી કાળા  નાણાં  પ્રમોટર ને આપે છે અને CSR fund ના સફેદ નાણાં થી વધારે ખર્ચ પાડી  ને collage  બનાવે છે !


ભાસ્કર ચેટર્જી ,ડિરેક્ટર જનરલ અને ચીફ એક્ઝીક્યુટીવ  ઓફિસર ,ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોર્પોરેટ અફેર કહે છે કે,'
વરસ  ના અંતે કંપની ને AOC-4 form માં CSR funding નું રિપોર્ટિંગ કરવા નું રહે છે. બાકી ના બધા નાણાકીય વ્યવહાર ડિરેક્ટર ના રિપોર્ટ માં આવે છે કે જેનું બહાર થી ઓડિટિંગ અનિવાર્ય છે પરંતુ AOC-4 માટે તે અનિવાર્ય  નથી '

એક વચેટિયા એ, એક મોટી લિસ્ટેડ કંપની  અને બીજી એક નાની કંપની ના આવા ગોલમાલ CSR વ્યવહારો કરેલ છે, તે કહે છે કે તેને આ વર્ષે 40 કરોડ ના આવા સોદા  પાર પાડેલ  છે 

ટૂંક માં , નોટ ફોર પ્રોફિટ કે ચેરીટેબલ સંસ્થા  ને પવિત્ર સમાજવી  જરૂરી નથી. જે સંસ્થા પબ્લિક SCRUITY  માટે તૈયાર ના હોય અને તે પબ્લિક થી પોતાની વાત છુપાવે તો તેના ઉપર શંકા કરવા માં પાપ  નથી પુણ્ય છે .  

નવેમ્બર 2018 માં ગુજરાત સરકાર ના એક વિભાગે પોતાની ચેરીટેબલ સંસ્થા મારફતે   CSR fund માં થી ગામડે ગામડે શિક્ષણ માટે ખર્ચ પાડેલ છે , તે માહિતી  તેમની વેબ સાઈટ ઉપર પણ મુકેલ છે !! તેમાં દેખીતી રીતે OVER INVOICING થયું છે !! 

માટે , સ્માર્ટ વિલેજ પ્રોજેક્ટ માં આવનાર CSR Fund ક્યાંથી કેવી રીતે  ને  કેટલું , ક્યાં કામ માટે આવેલ છે -તેના ઉપર  ગ્રામ સમિતિ તરફ થી યોગ્ય ચકાસણી કરવા ની રહે તે સ્વીકારવું રહ્યું !

 ગામ ના લોકો ના અજ્ઞાન નો લાભ લઇ CSR Funding ના ખોટા સર્ટિફિકેટ  લેવા માં ના આવે તે જોવું જરૂરી છે. ગામ ની  સાથે સંકળાયેલ  ત્રણ નામાંકિત FINANCE & ACCOUNTS જાણતી વ્યક્તિ ની વિજિલન્સ કમિટી બનાવી ઓડિટ કરાવવું અત્યંત જરૂરી રહેશે !


Comments

Popular posts from this blog

SMART ANDHRA PRADESH FOUNDATION

Burning issues of Balambha Jodiya Taluka And surrounding villages of Halar જોડિયા બાલંભા અને તેની આજુબાજુ ના હાલાર ના ગામડાઓ ની સમસ્યાઓ

शुभारंभ SMART BALAMBHA BY JAGAT SHAH