વગર ખર્ચે ખેતી-'કૃષિ ના ઋષિ' પદ્મશ્રી સુભાષ પાલેકર



ઝીરો બજેટ માં કુદરતી ખેતી કરનાર ખેડૂત સુભાષ પાલેકર ને પદ્મશ્રી એવોર્ડ મળેલ છે !

વગર ખર્ચે ખેતી કેવી રીતે થાય  તે કરી ને બતાવનાર  ખેડૂત ને લોકો એ 'કૃષિ ના ઋષિ' નું બિરુદ આપેલ છે !

1972 માં નાગપુર માં  Bsc Agri કરી પોતાને ગામ  ખેતી કરવા આવેલ આ યુવાને તેના પિતા શ્રી ને પરંપરાગત ખેતી છોડી અદ્યતન વૈજ્ઞાનિક પદ્ધતિ થી ખેતી માટે પ્રેર્યાં ! જંતુનાશક દવા અને રાસાયણિક ખાતર થી એક દસકા સુધી તો વધુ ને વધુ પાક લેતા ગયા.

પરંતુ 1985 ની આજુબાજુ માં તેમનો પાક વારસો વરસ ઘટતો ગયો  . જિજ્ઞાસા ને કારણે તેઓ તેના સંશોધન માં ત્રણ વરશ કાઢ્યા।  તેમનું તારણ  એ હતું કે જંતુનાશક દવા અને રાસાયણિક ખાતર ને કારણે જમીન બગડતી હતી  . જે કામ ના જંતુ હોય કે જે જમીન ને ફળદ્રુપ રાખવા કુદરતે બનાવેલ છે તે મરી  જાય છે. તેના ખાનાર ને  લાંબા ગાળે  તંદુરસ્તી બગડે છે અને રોગ  નો ભોગ બનવું પડે છે !

આ તારણ  થી હતપ્રભ તેમણે બીજા ઉપાયો યોજવા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું અને આમ વિના ખર્ચે કુદરતી ખેતી એટલે કે ઋષિ કૃષિ તરફ ની યાત્રા શરુ થઇ 

તેમણે  જંગલ માં આપમેળે ઉગી જતી વનસ્પતિ નો સઘન અભ્યાસ કર્યો।  તેમણે  નોંધ્યું કે જંગલ  માં રાસાયણિક  ખાતર , જંતુનાશક દવા વી ના હોવા છતાં તેમાં વનસ્પતિ આપમેળે કેવી રીતે ઉગે છે ! વનસ્પતિ , જમીન ,પાણી, હવા , પશુ, પંખી, કીટકો , આ બધા એકબીજા ઉપર નિર્ભર છે તેનું એક ચક્ર છે આ ચક્ર તૂટે એટલે તેમાં લાંબા સમયે જમીન બગડે, નીપજ ઓછી થાય , રોગ ના કીટકો સાથે ખેતી માટે ના કામ ના કીટકો પણ મરી જાય ! સૂક્ષ્મ નિરીક્ષણ થી તેમને પદ્ધતિ વિકસાવી કે કાયા રોગ માં જૈવિક પ્રક્રિયા થી કેવા બીજા છોડ સાથે વાવવા થી રોગ ના આવે !
ખર્ચ વિહીન કુદરતી પ્રક્રિયા ના ઉત્પાદન થી બે લાભ છે ! ખર્ચ વગર ખેતી, અને તેના ઉત્પાદન શુદ્ધ હોવા થી ઓર્ગનિક પેદાશો ના ભાવ વધારે મળે.

સ્માર્ટ ગામ એટલે ઓછા ખર્ચે થી વધારે લાંબા ગાલા ની આવક ,કારણ કે લાંબા ગાલે કુદરત ને પર્યાવરણ ને નુકશાન થતું નથી 
બળદ થી ખેતી કરવા થીં, ખાતર મળે અને ખર્ચ વગર ખેડ થાય ! બળદ ના રાખવા થી આરામ મળે પરંતુ ટૂંકા ગાલા નો।  દિવશ માં ટ્રેક્ટર થી ખેતી કરી અને આરામ દાયક ખેતી કરવી પરંતુ રાત્રે આખલા થી રાખવાળું કરવું પડે તો  આરામ કેવી રીતે? અને રાખવાળું એક ખેતર નું કરો બાકી ના નું શું? સમસ્યા ઉભી આળસ માં થી થઇ છે સ્વાર્થ માં થી થઇ છે। નાના ખેડુ સમજી અને કામ કરશે તો અનેક સમસ્યા  ના ઉકેલ મળશે ! 

Comments

Popular posts from this blog

SMART ANDHRA PRADESH FOUNDATION

Burning issues of Balambha Jodiya Taluka And surrounding villages of Halar જોડિયા બાલંભા અને તેની આજુબાજુ ના હાલાર ના ગામડાઓ ની સમસ્યાઓ

शुभारंभ SMART BALAMBHA BY JAGAT SHAH